BREAKING NEWS

જામનગર : ટોડા ગામમાં સ્ટોરન ક્રશરમાંથી કોપર વાયરની ચોરી

  • December 22, 2025 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાલાવડના ટોડા ગામમાં સ્ટોનક્રશરમાથી કોઇ અજાણ્યા શખ્સો કોપર વાયર ચોરી કરી ગયા છે અને સીસી કેમેરામાં તોડફોડ કરી હતી. જયારે કાનાલુસ ફાટક પાસે ખાનગી કંપનીના કોકર પ્લાન્ટમાંથી ૧૦ હજારની કિંમતના કેબલ જોઇન્ટરની ચોરી કરી ગયાની એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.


કાલાવડના ટોડા ગામના વતની અને હાલ કૈલાશનગરમાં રહેતા હાલાર સ્ટોન ક્રશર ચલાવતા વીરભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ ગ્રામ્ય પોલીસમાં ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.


ગત તા. ૨૧ રાત્રીના કોઇ અજાણ્યા શખ્સોએ સ્ટોન ક્રશરમાંથી ૩૭૧ મીટર કોપર વાયર કિ. રૂ. ૮૯૩૬૭ની ચોરી કરી ગયા હતા અને ત્યાં લગાવેલા સીસી કેમેરા તોડી નાખી ચાર હજારનું નુકશાન પહોચાડયુ હતું, ફરીયાદ અનુસંધાને શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 


અન્ય ફરીયાદમાં મુળ બિહારના હાલ પટેલ કોલોનીમાં રહેતા દિપકકુમાર કૌશલસિંહ દ્વારા મેઘપર પોલસમાં જામનગરના ઇમરાન બ્લોચ સામે ફરીયાદ કરી છે, ગત તા. ૧૯ના ફરીયાદીની કાનાલુસ ફાટક પાસે આવેલી ખાનગી કંપનીના કોકર પ્લાન્ટમાંથી કેબલ ગ્લાઇન જેના આઇટમ નંગ-૧૦, કિ. ૧૦ હજારની ચોરી કરી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application